|
ભજન (રાગ : લોભી આત્માને સમજાવું)
|
|
કર્તા: એમ. એન. સત્યવીર.
|
|
૧
|
સંતરાત્મામાં દીપક પ્રકટાવો, (૨) પ્યારા પ્રભુ ઈસુનો રુદિયે,
|
|
ત્રાતા ઈસુ મસીહને રુદિયે વસાવો, ભૂલી ભવાટવીમાં શાને અથડાઓ.
|
|
૨
|
મોહીજીવ, જગને જોઈ ના લોભાશો, ક્ષણની મોજ માટે સુખ નવ ખોશો;
|
|
ભૂલી ભુલાવી ભોળા જીવ ક્યાં ભરમાશો? મારા પ્રભુ ઈસુથી આ ભવસાગર તરશો.
|
|
૩
|
પરથમ પાપ ત્યાગી પસ્તાવિક થાવું, માફી કાજે ખ્રિસ્તના રક્તમાં ન હાવું;
|
|
પ્રાણી, સંતવાણે સુણીના સંતાવું; મારા પ્રભુ ઈસુની પ્રીતિ પરખાવું.
|
|
૪
|
મારે કાજે, કંટક તાજ શિર મુકાયો, મૃત્યુ દંડ સ્હેતાં ત્રાતા થંભે જડાયો;
|
|
ત્રીજે ઘોર જીતી પુનર્જીવન પામ્યો ! પ્રેમી પિતા તણો મનોરથ પૂર્ણ કરાયો.
|