|
સવૈયા એકત્રીસા
|
|
( અંગ્રેજી ગીતને આધારે)
|
|
(મનની અંદર કરવા મંદર - એ રાગ)
|
|
અનુ. : દાનિયેલ ડાહ્યાભાઈ
|
|
૧
|
હે નિજ લોકોના શુભ પાળક, અર્જ અમારી સાંભળ, બાપ;
|
|
અમમાં તારી ખાસ સમક્ષતા આજ, પ્રભુ દેખાડી આપ. હે.
|
|
૨
|
તુજ સેવાને અર્થે અમને આપ્યું આ સુંદર ઘર જેમ,
|
|
આપ, પ્રભુ, તું અમ સઘળાંને સેવા કરનારાં મન તેમ. હે.
|
|
૩
|
આશ સફળ કરવાં તું દેજે આત્માનો અનહદ વરસાદ,
|
|
દઈએ સ્તુતિનાં શુભ અર્પણ, પામી સ્વર્ગી આશીર્વાસ. હે.
|
|
૪
|
આ ઘર કેવળ શાંતિ, પ્રીતિ, એકપણાથી રે' ભરપૂર;
|
|
સાજાં થઈ હ્યાં પામે શાંતિ ગભરાયેલાં, ઘાયલ ઉર. હે.
|
|
૫
|
કરીએ સત વિશ્વાસ થકી સહુ તુજ વચનોનો અંગીકાર,
|
|
નાખી તુક ખોળે, સહુ ચિંતા સ્મરીએ તુજને વારંવાર. હે.
|