455

From Bhajan Sangrah
Revision as of 00:54, 6 August 2013 by 117.198.166.174 (talk) (Created page with "== ૪૫૫ - મંદિરનું અર્પણ == {| |+૪૫૫ - મંદિરનું અર્પણ |- | |રાગ: ભીમપલાસ |- | |( આવ, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૫૫ - મંદિરનું અર્પણ

૪૫૫ - મંદિરનું અર્પણ
રાગ: ભીમપલાસ
( આવ, હે દાતા, સૌ આશિષના - એ રાગે પણ ગાઈ શકાય.)
કર્તા: જયાનંદ આઈ. ચૌહાન
દેવ, તેં તારું મંદિર સ્થાપેલ, સાગત, સૃષ્ટિ, ને સ્વર્ગ પર,
માન્ય કરજે બાંધ્યું તુજ કાજ, માનવી હાથે જે આ ઘર;
તુજ દયાસન પાસે આવી, આરાધે જે સંધાં શિર,
સ્વીકારજે સ્નેહથી સૌ સ્તુતિ, પાઈને પ્રેતણા, હિંમત, ધીર.
ભૂલ્યાં-ભટક્યાં આવે જે સૌ, દેજે તારો દોરનાર હાથ,
શોકિત, ભંગિત આવે હૈયાં, આશ્વાસનથી ભરજે, નાથ;
શ્રદ્ધા-દીવડા જોશે ચમકે, પાવન પ્રેમનાં ઊમટે પૂર,
શુદ્ધ ભક્તિ અહીં ચઢજો નિત્ય, પાપો સૌનાં હોજો દૂર.
તુજ જન આવી યાચે અહીં હે, દેજે તે સૌ કૃપાદાન,
આશિષ-વૃષ્ટિ દઈને ભારે, તું થા લોક પર મહેરબાન;
તુજ મંદિરિયે વાસો આપી, સ્વર્ગી ઘર માટ લાયક કર,
દેવ હે ત્રિએક, ધન્ય હોજો, આ ધામે તું અજરામર.