|
સવૈયા એકત્રીસા
|
|
કર્તા : એમ. ઝેડ. ઠાકોર
|
|
૧
|
જુઓ, કાળતરુ પર આજે ઊઘડી નવીન કળી એક,
|
|
સૌરભ તેની ખૂબ મઘમઘે માનવ તો હરખાય હરેક;
|
|
કંચન કિરણધારી ભાનુ ઊગ્યો કરતાં ઝગઝગાટ,
|
|
પામે નૂતન ચેતન તેથી, સકળ પશુ, જન, પંખી, ઝાડ.
|
|
૨
|
શીત સમીર બળિષ્ઠ ઘણેરો, વાયે જોર કરી સહુ ઠાર,
|
|
ઊઘડેલી એ પુષ્પ કળી પર, નાચી રાચે અપરંપાર !
|
|
બીજી એના જેવી કળીઓ ત્રણસેં ઉપર ચોસઠ જાણ,
|
|
ઊઘડશે એ નિત્ય અકેકી, એમાં કૈં સંદેહ ન આણ.
|
|
૩
|
પ્રથમ કળી તે પ્રથમ દિવસ જાન્યુઆરીનો કહેવાય,
|
|
નૂતન વરસ કહીએ તેને તે દિન આનંદ, ઉત્સવ થાય;
|
|
તારણ સાધક પ્રેમ જણાવા, ઈશ્વર મહિમા ગાવા કાજ,
|
|
ખ્રિસ્ત તણી વદવા શુભ વાતો, વરસ નવું બેઠું છે આજ.
|
|
૪
|
પ્રભુએ પાલન પોષણ કીધું, વરસ ગયું તેમાં નિત નિત,
|
|
આધિ વ્યાધિ સર્વ નિવારી સુખી રાખ્યાં, કીધી પ્રીત;
|
|
તારક, પાળક થઈને તેણે સહુને દીધું જીવનદાન,
|
|
એ ઉપકાર ગણી સહુ તેને આપો ગૌરવ, સ્તુતિ, માન.
|