429

From Bhajan Sangrah
Revision as of 23:44, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૨૯ - નવીન વર્ષ == {| |+૪૨૯ - નવીન વર્ષ |- | |સવૈય એકત્રીસા |- | |કર્તા: કા. મા. ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૨૯ - નવીન વર્ષ

૪૨૯ - નવીન વર્ષ
સવૈય એકત્રીસા
કર્તા: કા. મા. રત્નગ્રાહી
જો આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાણ,
નવીન વરસ બેઠું છે આજે, પ્રથમ દિવસનો પ્રગટયો ભાણ;
અતિ હર્ષે પ્રભુ પાય પડીને દીન મને યાચો બહુ વાર,
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.
જૂનું વર્ષ ગયું તે સાથે જાઓ જૂનું જે અમ માંય,
નવીન વરસમાં નવીનપણાએ અમથી કૃતિ શુભ થાય;
આત્માનું અજવાળું આપી, તિમિર તમામ કરી સંહાર,
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.
સુવાર્તાના સેવકમાં બહુ આતુરતા ને હોંસ વધાર,
વધામણીની વાતો વદવા બળ દઈ ખુલ્લાં કર સહુ દ્વાર;
ત્રાણપ્રભાકર પૂર્ણ પ્રકાશે અંધારામાં ઠારો ઠાર,
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.
આ ભૂતળના બહુ ભાગોમાં અંધારે વસનારા જેહ,
ઈસુ પાસે શીશ નમાવી અજવાળું સહુ પામે તેહ;
સર્વ જનોમાં ગીત ગવાએ, થાઓ ઈસુનો જયકાર,
સુખદ, સરસ, શુભ આશિષ દે તું નૌતમ સાલે, સરજનહાર.