|
૭, ૬ સ્વરો
|
|
"O love divine and golden"
|
|
Tune: Blairgewrie (Dykes) or Aurelia
|
|
(મંડળીનો પાયો એક જ, - એ રાગ)
|
|
કર્તા: જે. એસ. બી.
|
|
મોન્સેલ, ૧૮૧૧-૭૫
|
|
અનુ. : વી. કે. માસ્ટર
|
|
૧
|
ઓ પ્રેમ ! દિવ્ય, સોનેરી, અપરિમિત તું ખાસ,
|
|
જગ છે તને આભારી, યાચે જીવન પ્રકાશ.
|
|
ઓ પ્રેમ ! દિવ્ય ને દયાળ, તું છે આશિષ આપનાર,
|
|
માબાપ સમ કરે સંભાળ, તુજ પાસ સુખ અમ યાચનાર.
|
|
૨
|
ઓ પ્રેમ ! દિવ્ય ને કોમળ, સ્થાપ ઘરે તુજ ચલણ,
|
|
કૌટુંબિક પ્રેમ છે પ્રબળ, શોભા ઘરની તે જાણ.
|
|
તુજ આશિષ વિણ જો ગાદી, નથી તેમાં સુખ સાર,
|
|
તુજ આશિષ સાથ જો મઢી, મળે ત્યાં સુખ અપાર.
|
|
૩
|
દેવ આશિષ દે, દંપતી હસ્ત જોડી એક દેહ થાય,
|
|
એક સંપ અને સંપત્તિ સાથ અંચરે સદાય.
|
|
હ્યાં તેઓ જે ઘર બાંધે, વ્યોમે પણ બાંધવા નેમ,
|
|
ત્યાં માણે આનંદ સાથે અખંડ જ્યાં દેવ છે પ્રેમ.
|