420

From Bhajan Sangrah
Revision as of 23:00, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૨૦ - ઈસુને હાથ સલામત == {| |+૪૨૦ - ઈસુને હાથ સલામત |- | |૭, ૬ સ્વરો |- | |"Safe in the arms ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૨૦ - ઈસુને હાથ સલામત

૪૨૦ - ઈસુને હાથ સલામત
૭, ૬ સ્વરો
"Safe in the arms of Jesus"
Tune: S. S. 57
કર્તા: ફેની જે. ક્રોસ્બી, ૧૮૨૦-૧૯૧૫
અનુ. : ડબ્લ્યુ. ડબ્લ્યુ. બ્રાઉન
ઈસુને હાથ અલામત, તેના રાંક ઉરે શાંત,
ત્યાં તેના પ્રેમની છાંયે હું પામું મિષ્ટ વિશ્રાંત;
સુણ ! દૂતનો સૂર પણ એ છે પ્રકાશિત સાગરથી,
મહિમાના ક્ષેત્ર પરથી મુજને સંભળાય વાણી.
ટેક: ઈસુને હાથ સલામત, તેના રાંક ઉરે શાંત;
ત્યાં તેના પ્રેમની છાંયે હું પામું મિષ્ટ વિશ્રાંત.
ઈસુને હાથ સલામત, ક્ષયકર ચિંતાથી મુક્ત,
જગ જોખમથી સલામા, ત્યાં નહિ કલેશથી યુક્ત;
જીવભેદક શોકથી છૂટો, મુજ શક, ભયથી છેટે,
પરીક્ષા માત્ર થોડી, ને આંસુ થોડાં વ હે.
ઈસુ, મુજ વહાલો આશરો, મુજ લીધે મૂઓ તે,
અચળ ખડક પર સદા, અડગ મુજ વિશ્વાસ રહે;
હ્યાં ધીરજથી હું રહું, જ્યાં લગી રાત વીતે,
મુજથી સુવર્ણ કિનારે, જોવાય પોહ ફાટે તે.