418
૪૧૮ - આકાશમાં મુકામ
૮, ૬, સ્વરો ને ટેક | |
"Now I can read my title clear" | |
૧ | આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખારતી; |
ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ને મુક્તિ છે મારી. | |
ટેક: | ખમીશું આંધી, બંધ થશે જલદી, પછી લંગર નાખીશું. (૨) |
૨ | જો મારી સામા ઊઠે લોક, ને તીર ફેંકે શેતાન, |
તો પણ મલકાવીશ મારું મુખ, થઈને હિમ્મતવાન. | |
૩ | જો રેલની પેઠે દુ:ખ આવે, ને ચિંતા લાગે બહુ, |
આકાશમાં દેવ મને લાવશે, દુ:ખ, ચિંતા મતશે સહુ. | |
૪ | ત્યાં નહાશે મારો જીવ થાકેલ સત શાંતિસાગરમાં, |
ને દુ:ખ તો આવશે નહિ બિલકુલ, મન શાંત રહેશે સદા. |