411

From Bhajan Sangrah
Revision as of 22:03, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૧ - સ્વર્ગી ભુવન == {| |+૪૧૧ - સ્વર્ગી ભુવન |- | |કર્તા: સી. એમ. જસ્ટીન |- | |ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૧૧ - સ્વર્ગી ભુવન

૪૧૧ - સ્વર્ગી ભુવન
કર્તા: સી. એમ. જસ્ટીન
ટેક: સ્વર્ગ ભુવન મારું વ્હાલું ભુવન હાં,
મારે જાવું મારાા સ્વર્ગ ભુવનમાં.
હ્યાં હું પરદેશી ને મુસાફિર,
અલ્પ સમય મારે રહેવું જગતમાં. સ્વર્ગ.
દુ:ખ ને ભૂખ તહીં, ન થાક ને તાપ કંઈ,
શોક ન તૃષા મારા સ્વર્ગી સદનમાં. સ્વર્ગ.
ખ્રિસ્ત પ્રભુ, મારા તારણહારા,
તારી કૃપાએ આવું તારા ભુવનમાં. સ્વર્ગ.
સ્વર્ગભુવન, સ્વામી, તારી કૃપા પામી,
અહોનિશ વાસ કરું સ્વર્ગી ભુવનમાં. સ્વર્ગ.
નહિ પરદેશી, નહિ મુસાફિર,
સર્વ સુખાકારી મારા ખ્રિસ્તભુવનમાં. સ્વર્ગ.