386

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૮૬ - આત્મિક શણગાર

૩૮૬ - આત્મિક શણગાર
ટેક: આત્મિક શણગાર સજો, વીરલા રે..
એ છે હથિયાર વીરનાં.
સત્યે તમારી કમ્મર બાંધો તો, વીરતણું ખૂટે નીર ના રે..એ છે
બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષોને ભાગો શરીરના રે ..એ છે
હેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે
ઢાલ ધરી વિશ્વાસની સામે, ઝીલે ધા તરવાર તીરના રે ..એ છે
ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ધવાએ શિર ના રે ..એ છે
આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે..એ છે
લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે