૧
|
ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંય,
|
|
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે રે જ્યાંય.
|
|
ખ્રિસ્તએ સેનાપતિ, શત્રુ ને જીતશે,
|
|
ચાલો યુદ્ધમાં; ધજા આગળ વધે છે.
|
|
ટેક:
|
ચાલો, ખ્રિસ્તી યોદ્ધા ! જાણે યુદ્ધની માંયમ્
|
|
ખ્રિસ્તની પૂઠે ચાલો, દોરે છે તે જ્યાંય.
|
|
૨
|
સાંભળતાં ઈસુ નામ નાસે છે શેતાન,
|
|
માટે યોદ્ધા, ચાલો, ગાતાં જયનાં ગાન;
|
|
સ્તુતિના પોકારથી ડોલે નર્કાસન,
|
|
માટે મોટે સાદે ગાઓ જયકીર્તન.
|
|
૩
|
જગમાં ખ્રિસ્તનું મંદળ ચાલે છે જેમ ફોજ,
|
|
ભાઈએ, સંતો ચાલ્યા ચાલીએ તેમ રોજ.
|
|
આપણે એક જ સંઘનાં, એક ચિત્તનાં છીએ,
|
|
આશા, મત, પ્રીતિમાં સાથે ચાલીશે.
|
|
૪
|
તાજ ને તખ્ત નાશ પામે, ક્ષય રાજ્યનો થાય,
|
|
તો પણ ખ્રિસ્તનું મંડળ સ્થિર રહેશે સદાય;
|
|
કદી નર્કનાં સૈન્યો તેને નહિ જીતશે,
|
|
ખ્રિસ્તે વચન આપ્યું, તે રદ નહિ જશે.
|
|
૫
|
માટે આવો, લોકો, હર્ષિત મંડળ માંય,
|
|
જયનાં ગીત ગાવામાં અવાજ ભળી જાય;
|
|
ગૌરવ, સ્તુતિ, સન્માન ઈસુને થાઓ,
|
|
માણસો ને દૂતો સદાકાળ ગાઓ.
|