ટેક:
|
બળ, મને દો, ઈશ રાય અમારા, યુદ્ધે લડીએ હામે.
|
|
૧
|
રાજ્ય અસતનું ચાલે જબરું, સત્ય રાયના ધાર,
|
|
રાત, દિવસ તો તુચ્છ ગયા છ, ક્યાં ઉપાયો તારા ?
|
|
ઊઠ, વિશ્વાસી, આળસ ત્યાગી તજ જગત મોહ તારો,
|
|
ચિત્ત લગાડી શોધી કાઢો, શો છે એનો ચારો ?
|
|
૨
|
કામ વિના બેઠો છે તું રે, હાથો ખાલી તારા,
|
|
ચાલ, સિપાઈ, શસ્ત્રો ધારી તમ પણ મારો મારા.
|
|
હામ ધરો મનમાં સત કેડે ઈસુ જય દેનારો,
|
|
સદ્ગુરુનું પુણ્ય પે'રી કાઢો એવો ચારો.
|
|
૩
|
કામ વિના બેઠો છે તું રે હાથો ખાલી તારા,
|
|
ઊઠો, ઢાલ સુભાવ તણી લો, થાઓ હોલવનારા,
|
|
ભૂંડાનાં તપતાં બાણોનો ઝીલી લો ઝલકારો,
|
|
ટોપ ધરો શિરે તારણનો; આ છે એનો ચારો.
|
|
૪
|
કામ વિના બેઠો છે તું રે, ખ્રિસ્તની શાંતિ ધારો,
|
|
લો તરવાર પવિત્રાત્માની, ફેલાવો પ્રભુધારા;
|
|
ધીરજ મનમાં પૂર્ણ ભરો રે, ખ્રિસ્તની શાંતિ ધારો,
|
|
નિત એકાગ્ર વિનંતી કરો તમ, આ છે એનો ચારો.
|
|
૫
|
કામ વિના બેઠો છે તું રે, હાથો ખાલી તારા,
|
|
કર તન, મન, ધન અર્પણ તારાં, તજ લોભ, મોહ સારા.
|
|
પૂરા ભાવે ધર ઈસુને થા તેમાં વસનારો;
|
|
કહે છે પ્રેમે દાસ પ્રભુનો, આ છે મોટો ચારો.
|