૧
|
જય ! જય ! જય ! ઈસુને જય !
|
|
સઘળું સોંપી દઈશું, જગને જીતી લઈશું
|
|
સદા સાચા રહીશું; ઈસુને જય !
|
|
૨
|
યુદ્ધ ! યુદ્ધ ! યુદ્ધ ! પાપની વિરુદ્ધ;
|
|
ઝંડા ઝાલી લઈશું, શૂરા સિપાઈ થઈશું,
|
|
જીવન રોટલી ખાઈશું; ઈસુને જય !
|
|
૩
|
પ્રેમ ! પ્રેમ ! પ્રેમ ! દેવે કીધો તેમ;
|
|
સૌની ઉપર રાખીશું, વૈરી વેરી નાખુશું;
|
|
સ્વર્ગી અમૃત ચાખીશું; ઈસુને જય !
|
|
૪
|
શ્રમ ! શ્રમ ! શ્રમ ! લાવવા ખ્રિસ્તની ગમ;
|
|
દરેક દુ:ખી પાપીને, તેમને સમજણ આપીને,
|
|
તે પર પ્રીતિ રાખીને, ઈસુને જય !
|
|
૫
|
આશ ! આશ ! આશ ! ખ્રિસ્ત પર વિશ્વાસ;
|
|
વિશ્વાસ વડે ચાલીશું, દેવની આજ્ઞા પાળીશું,
|
|
સ્વર્ગી જીવન ગાળીશું, ઈસુને જય !
|