367

From Bhajan Sangrah
Revision as of 19:02, 3 August 2013 by 117.203.84.110 (talk) (Created page with "== ૩૬૭ - ધન્યતા ભરેલી ખાતરી == {| |+૩૬૭ - ધન્યતા ભરેલી ખાતરી |- |૧ |ઈસુ છે માર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૭ - ધન્યતા ભરેલી ખાતરી

૩૬૭ - ધન્યતા ભરેલી ખાતરી
ઈસુ છે મારો, નક્કી આ વાત, મારા ગૌરવનું બાનું સાક્ષાત;
મુક્તિને માટે ખંડયો અને ફરી જન્માવ્યો, ધોયોં મને.
ટેક: એ જ મારી વાર્તા, એ જ મારું ગીત;
ત્રાતાની સ્તુતિ, કરું છું નિત. (૨)
પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ;
આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપા ને પ્રીતિ તણા.
પૂરી આધીનતા, પૂરો આરામ, ત્રાતામાં સુખી ને ધન્યવાન;
જોતાં ને જપતાં નજર આસમાન, દેવગુણથી ભરપૂર, સ્નેહ બંદીવાન.