૧
|
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, મુજ પ્યાર વધાર !
|
|
તુજ ચરણે નામું શીશ, સુણ મુજ પોકાર;
|
|
હું કરગરું આ વાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
|
|
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
|
|
૨
|
ક્ષણભંગુર સુખો મેં શોધ્યાં અપાર,
|
|
પણ તું મારો હવે થા સર્વાધાર;
|
|
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
|
|
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
|
|
૩
|
દિલગીતી, દુ:ખો ને આવે જે ત્રાસ,
|
|
દેવના સૌ દૂતો તે છે હિતકર ખાસ;
|
|
તેમની સંગ આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
|
|
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
|
|
૪
|
મુજ છેલ્લા ઉદ્ગારો સ્તુત ઉચરશે,
|
|
સુણ આ સ્વર મધુર મુજ દિલ ઠરશે;
|
|
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
|
|
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
|