352
૩૫૨ - પ્રીતિની સરીતા
ટેક: | શી સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની. |
૧ | સુંદર સ્વરથી વહેતી વહેતી, આવે નજીક પતિતની. શી. |
૨ | પાપી, પીડિત, દુ:ખિત મનને આપે શાંતિ નિતની. શી. |
૩ | છે સુખ કરતા એ શુભ સરિતા બધાં નિરાશ શ્રમિતની. શી. |
૪ | શીતળા નિર્મળ છે જળ તેનું, તૃષા માટે તૃષિતની. શી. |
૫ | જીવનજળ આ પીજો પાજો, મુક્તિ સધાશે પતિતની. શી. |
૬ | હર્ષિત થાઓ સ્નાન કરીને, સ્તુતિકરો સહુ ખ્રિસ્તની. શી. |