345

From Bhajan Sangrah
Revision as of 05:11, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૫ - પ્રભુને આપવા વિષે == {| |+૩૪૫ - પ્રભુને આપવા વિષે |- |ટેક: |આપો પ્રભુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૪૫ - પ્રભુને આપવા વિષે

૩૪૫ - પ્રભુને આપવા વિષે
ટેક: આપો પ્રભુને આનંદે, વહાલાંઓ દેવનાં.
આપો સહુ શક્તિ પ્રમાણે, સંતોષ થકી દર ટાણે;
નવ હાથ ડાબો જાણે રે, વહાલાંઓ.-
ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે;
કરવા સુખી આપણને રે, વહાલાંઓ.-
આપો બહુ હેત કરીને, ત્રાતાની પ્રીત સ્મરીને,
મન, ભાવ સત્ય ધરીને રે, વહાલાંઓ.-
આપો ને તમને અપાશે, સ્વરનાં દ્વારો ઉઘડાશે;
આશિષ બહુ ઉભરાશે રે, વહાલાંઓ.-