૧
|
ક્ષણિક જીને અક્ષય ઝાલું, અવિનાશીની આશા પાળું,
|
|
પાર જવાને માર્ગે ચાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૨
|
તુજ પંથે હું ચાલી જાઉં, તુજ પાસે હું રહેવા આવું,
|
|
ઉપર જઈ વસવાનું ચાહુ; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૩
|
જ્યારે સહુ અંધારું ભાસે, ફલેશ વિપત્તિ બધે થાશે,
|
|
ઓથ કદી ના દેખું પાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૪
|
આકાશી અજવાળું માગું, લૌકિક અંધારું હું ત્યાગું,
|
|
દિન પર ચેત થઈને જાગું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૫
|
સંધું અવળું ફરશે જ્યારે, બોજો માથે પડશે ભારે,
|
|
તારો પ્રેમ ન ભૂલું ત્યારે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૬
|
જ્યારે વેરી સર્વ લડે છે, ઓગમત્ચી વિકરાળ ચઢે છે,
|
|
જોદ્ધાનું બહુ રક્ત પડે છે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૭
|
ઘોર ભયાનક આંધી ઊઠે, જળથળનાં શુભ બંધન છૂટે,
|
|
બચવાની બહુ આશા ખૂટે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૮
|
જો પરલોકે મિત્રો જાશે, વહાલાં સર્વ વિજોગાં થાશે,
|
|
મારે વસવુ એકલવાસે; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૯
|
નજરે જે નહિ તે હું ભાળું, પાસે જ નહિ તે હું પાળું,
|
|
હાથે જે નહિ તે હું ઝાલું; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|
|
૧૦
|
જ્યાં લગ શરત બધી થઈ રહેશે, આકાશે મુજ આત્મા પેસે,
|
|
તાજ અચળ ત્યાં શિર પર બેસે; મુજ વિશ્વાસ વધારે, પિતાજી.
|
|
૧૧
|
મુજમાં નિત આનંદ કરાવો, ઉર વિષે તુજ શાંતિ ભરાવો,
|
|
દઢ મન આપી ધીર ધરાવો; મુજ વિશ્વાસ વધાર, પિતાજી.
|