321

From Bhajan Sangrah
Revision as of 02:08, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૨૧ - એકલો આશ્રય |- |૧ |ઈસુ, મુજ આત્માના વા'લ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

૩૨૧ - એકલો આશ્રય
ઈસુ, મુજ આત્માના વા'લ તારો આશ્રમ મને આલ;
જ્યારે રેલ ચઢે ચોપાસ, ને તોફાન ઘેરે આસપાસ;
ત્યારે, તારક, તું સંતાડ, જ્યાં લગ દૂર થાય સૌ રંજાડ;
અલામત દોરી આકાશ, આખરે લે તારી પાસ.
બીજો આશ્રમ નહિ મુજ પાસ, છું અબળ, તું મારી આશ;
કરજે તારાથી નહિ દૂર, દિલ કર શાંતિએ ભરપૂર;
હું રાખું તુજ પર વિશ્વાસ, આશરો મળે તારી પાસ;
છાયા કરનાર, પ્રસાર પાંખ, મુજ અરક્ષિત મસ્તક ઢાંક.
તું છે મુજ સૌ, હે તારનાર, ગરજ સૌ પૂરી પાડનાર;
નિરાધારને તું ઉઠાડ, બીમારને તાજગી પમાડ;
પવિત્ર, ન્યાયી તુજ નામ, મુજમાં છે અન્યાય તમામ;
મલિનતાથી છું ભરપૂર, કૃપાથી ભરેલ તુજ ઉર.
પૂરી દયા તારા માંય, તેથી પાપ નિવારણ થાય;
શુદ્ધ કરનાર ઝરણાં છલકાવ, શુદ્ધ કર, દે પવિત્ર ભાવ;
તું છે જીવનનું ઝરણ, થાઉં ભરપૂર તારે ચરણ;
મુજ મનમાં તું વાસો કર, અનંતકાળ લગ મને ભર.