291

From Bhajan Sangrah
Revision as of 02:17, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો == {| |+૨૯૧ - જીવનના સર્વ વિકા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો

૨૯૧ - જીવનના સર્વ વિકારમાં ઈસુ ઉપર ભરોસો
સવૈયા સત્તાવીસા કે શરણાગત
કર્તા: જે. વી. એસ. ટેલર.
જીવનનો જે માર્ગ ભયંકાર તે પર છે મુજ પાય;
ચોગરદા છે વિધ વિધ ફાંદા, વસમો પંથ જણાય.
હે ત્રાતા, બળવાન નિયંતા, પંથ દેખાડો શુદ્ધ,
અંધારામાં જ્યોતિ કરાવી આપો આત્મિક બુદ્ધ.
માનવનું મન તું પરખે છે, ભટકેલાંને વાર;
ઘાત કરે વિશ્વાસ તણો જે તેને શોધી તાર.
પળભરના જે અલ્ય વિચારો તેને તુચ્છ કરાવ;
કાળ અનંત વિષેનાં વાનાં તે પર ચિત્ત ધરાવ,
થાય પછી જો અંચી આંધી, જળથળના ધમકાર,
ભંગ થયાની બીક ન માનું ધી ધરી રહેનાર.
જો મુજ પાસે હોશે ઈસુ, તો સહુમાં સુખ તાસ;
જીવ રહ્યે આનંદ કરું હું, મરણ થયે ઉલ્લાસ.
ઈસુ પર વિશ્વાસ ટકયાથી નિત્ય અચળછે આછ;
ભૂતળ પરનું બંધ થતાંમાં સુખપદ છે આકાશ.