|
"O turn ye, O turn ye"
|
|
Tune: S. S. 220
|
|
કર્તા: જોસાયા હોપ્કીન્સ
|
|
(સૂર્યપ્રકાશ)
|
|
૧
|
રે ફરો! રે ફરો ! ને નાશથી બચો,
|
|
ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો;
|
|
ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે,
|
|
ને આકાશી દૂતો પણ આમંત્રણ દે.
|
|
૨
|
તમને શું લાગે છે કે વાર લગાડયે !
|
|
મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ?
|
|
ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો,
|
|
ને કરશે સાજાં તમને વૈદ આત્માનો.
|
|
૩
|
પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે;
|
|
આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ?
|
|
રે ભારથી લાદેલાં, વિસામો પામો;
|
|
ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો.
|
|
૪
|
કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ,
|
|
કૃપા પામી શકે છે ઈસુને સહુ;
|
|
જો મનમાં શક હોય તો અજમાવી જુઓ,
|
|
ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો.
|