|
મંદાક્રાન્તા
|
કર્તા:
|
સુરેન્દ્ર આસ્થાવાદી
|
૧
|
શું સ્વામીની હ્રદય વીંઘતી હાંક આપે ન સુણી?
|
|
સંધું ત્યાગી કમર કસવા કાં મહેચ્છા ન ધારી?
|
|
"હું આવું છું," પ્રીતિ ઉત્તર એ આપનો દેવનો છે?
|
|
કે સ્વામીને હજી અવરને શોધવાનાં રહે છે?
|
૨
|
લાખો લોકે કદી નહિ દીઠું સ્વર્ગી માન્ના રસાળું,
|
|
એવાંઓને અન્ન પીરસવા દિવ્ય તેડું તમારું;
|
|
પાપો કેરા દુ:ખથી કણતાં ચીસ પાડે હજારો,
|
|
ઢૂંઢે છે એ જન રઝળતાં, અંધકારે પ્રકાશો.
|
૩
|
લાખો આંખે મરણનીંદની ઝાંખ ઘેરી વળી છે;
|
|
મોક્ષાર્થીની કરુણ ચીસને શું તમે સાંભળી છે?
|
|
શું આ દશ્યો નીરખી તમને ના દિલે ડંખ લાગે?
|
|
આજે ઊઠો, પછી પળ જશે, સ્વાર્પણો દેવ માગે.
|
૪
|
ના પાડો તો પ્રભુ પ્રીતિ થકી, કો' રહેશે અજાણ્યું,
|
|
એ ગુનાનું તમ શિર પરે ઋણ ભારે થવાનું;
|
|
તો ઓ વહાલાં, જદ નહીં કરો આજ આધીન થાઓ,
|
|
ને સ્વામીની શુભ શુભ કથા નિર્વિલંબે પ્રસારો.
|