284
૨૮૪ - શ્રદ્ધાળુની હોંસ
ઝૂલણા વૃત | |
કર્તા: થોમાભાઈ | |
પાથાભાઈ | |
૪. વિશ્વાસ અને ખાતરી | |
ટેક: | જીવતો જો રહું, ખ્રિસ્ત કાજે રહું; જો મરું તો ઘણો લાભ માનું. |
૧ | જીવવું ખ્રિસ્તના કામને કારણે, ખ્રિસ્તનું કામ છે હર્ખકારી; |
ખ્રિસ્તને માનતો હું રહું સર્વદા, એ જ છે નિત્યનો નીમ ધારી. જીવતો. | |
૨ | જો મરું તો મને લાભકારી થશે, કેમ કે હું જઈ ખ્રિસ્ત પાસે, |
નિત્યના જીવનો તાજ લેઈ ઘરું, સંતના સંગમાં સ્વર્ગવાસે. જીવતો. | |
૩ | સેવ કીધા પછી ઘોરમાં હું પડું તોય આનંદ છે એમ માનું; |
કેમ કે ખ્રિસ્તમાં આશ મારી ઘણી, જીવતો રાખશે એમ જાણું. જીવતો. | |
૪ | મોતનો હું નથી ખ્રિસ્તનો છું સદા, ખ્રિસ્ત ઈસુ મને નિત્ય રક્ષે; |
ઘોરથી ઊઠિયો હું તણો દેવ જે તે જ ઉઠાડતાં જીવ બક્ષે. જીવતો. | |
૫ | ખ્રિસ્ત ઈસુ કહે, "જીવતો હું સદા માટ જીવતાં તમે નિત્ય રહેશો; |
હું રહું ત્યાં તમે વાસ સૌ પામશો ને સદા સ્વર્ગમાં ભાગ લેશો. " જીવતો. |