|
ભુજંગી
|
કર્તા:
|
થોમાભાઈ પાથાભાઈ
|
૧
|
બીમારી અમારી ગઈ ખ્રિસ્તનાથી, મળ્યો છુટકારો મહા તાપમાંથી;
|
|
ઝરો ખ્રિસ્ત છે, જીવતું નીર વ્હે છે, પીધાથી બીમારી સદા દૂર રહે છે.
|
૨
|
નથી આવતું દામ તેનું લીધામાં, દયાથી મળે, પાપીઓ, લ્યોપીધામાં;
|
|
બીમારી અમારી ગઈ તે પીધાથી, નીરોગી અમે સૌ થયાં એ કીધાથી.
|
૩
|
વૃથા એ ઉપાયો બધા દૂર નાખો, નીરોગી થવા જીવતું નીર ચાખો;
|
|
મટે તૃષ્ણા એ પીધાથી તમારી, વિનંતી તમોને ઘણી છે અમારી,
|
૪
|
વિચારો હ્રદે, કે'ણ માનો અમારું, ભલું તો થશે ખ્રિસ્તથી બહુ તમારું;
|
|
તમારા જીવો છે વિના નીર સૂકા, તમારા જીવો છે વિના ભક્ષ ભૂખા.
|
૫
|
ઈસુ ખ્રિસ્ત છે એકલો તારનારો, ઈસુથી મળે પાપીને છુટકારો;
|
|
વસીલો થયો માનવીનો દયાથી, મળે છુટકારો સમીપે ગયાથી.
|