278

From Bhajan Sangrah
Revision as of 01:38, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૭૮ - મારાં પાપ મટાડ == {| |+૨૭૮ - મારાં પાપ મટાડ |- | |૮, ૮, ૮, ૬ સ્વરો |- | |કર્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૭૮ - મારાં પાપ મટાડ

૨૭૮ - મારાં પાપ મટાડ
૮, ૮, ૮, ૬ સ્વરો
કર્તા: જે. વાલેસ
હે ઈસુ, જગતના તારનાર, એકલો પાપને દૂર કરનાર;
તારી દયા અનંત અપાર, તું મારાં પાપ મટાડ.
મુજ ગારીબ પાસે નથી પુણ, પણ મારે માથે આત્મિક ઋણ;
હે ત્રાતા, મારી અરજી સુણ, ને મારાં પાપ મટાડ.
તેં સહ્યું લોક માટે મરણ, ને એમ જ કર્યું પાપહરણ;
હે ત્રાતા, આવું તુજ શરણ, તું મારાં પાપ મટાડ.
મારા પર ચઢયો પાપનો ભાર તેથી હું નરકે ડૂબનાર;
દયાળુ ઈસુ, મને તાર, ને મારાં પાપ મટાડ.
પાપથી બહુ થયો મને ત્રાસ, પણ હવે તારા પર વિશ્વાસ;
મને ન થવા દે નિરાશ, તું મારાં પાપ મટાડ.
પાપ ઉપર મને ફત્તેહ દે, આકાશમાં તારી પાસે લે;
તો ત્યારે માગવું પડશે નહિ કે મારાં પાપ મટાડ.