|
કર્તા: ધીરહલાલ. એચ ગુર્જર
|
|
ટેક:
|
ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ,
|
|
સુણો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર.
|
|
૧
|
છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું,
|
|
ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત.
|
|
૨
|
છે કોઈ આંખો આંસુ ભરેલી, વ્હાલાંથી તરછોડાયેલી,
|
|
પ્રભુ ઈસુના વીંધાયેલ હાથ એકેક આંસુને લૂછશે આંજ.
|
|
૩
|
છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વીંઘાયેલું,
|
|
ઘા રૂઝવવા હ્રદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ.
|
|
૪
|
કોણ તરછોડે આ પ્રેમી અવાજ ? કોણ તરછોડે વીઘાયેલ હાથે?
|
|
ના, ના, એમ નહિ કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય.
|