|
૮ સ્વરો
|
|
"Just as I am without one pleu"
|
|
Tune: Woodworth
|
|
કર્તા: શાલાઁટ એલીઅટ,
|
|
૧૭૮૯-૧૮૭૧
|
|
અનુ. : યૂસફ ધનજીભાઈ
|
|
૧
|
હું છું તેવો જ, હક વિના આજ,
|
|
પણ વહેવાડયું તુજ રક્ત મુજ કાજ,
|
|
ને મુજને તેડે તુજ અવાજ,
|
|
દેવના હલવાન, હું આવું છું !
|
|
૨
|
હું છું તેવો જ, થોભુ નહી,
|
|
જાતે મુજ ડાઘ ધોવા ચહી,
|
|
તુજ રક્ત સૌ ડાઘ કાઢશે સહી
|
|
દેવના હલવાન, હું આવું છું !
|
|
૩
|
હું છું તેવો જ, અસ્થિર ને દૂર,
|
|
ને મનમાં યુદ્ધ, શંકા ભરપૂર,
|
|
લ બહારની બીક, ને આગ જે ઉર,
|
|
દેવના હલવાન, હું આવું છું !
|
|
૪
|
હું છું તેવો જ, અંધ ને લાચાર,
|
|
દષ્ટિ, ધન ને મનનો ઉદ્ધાર,
|
|
જે જોઈને તે તુજમાં મળનાર,
|
|
દેવના હલવાન, હું આવું છું !
|
|
૫
|
હું છું તેવો જ, કર અંગીકાર,
|
|
કર ક્ષમા, શુદ્ધ, છૂતકો ને તાર,
|
|
છે તુજ વચન પર મુજ આધાર,
|
|
દેવના હલવાન, હું આવું છું !
|
|
૬
|
હું છું તેવો જ, તુજ પ્રીત ન્યારી,
|
|
મુજ બંધન સૌ તોડયાં ભારે,
|
|
તારો જ થવા ઈચ્છા મારી,
|
|
દેવના હલવાન, હું આવું છું !
|