|
૮, ૮, ૮, ૮, ૮, ૯ સ્વરો
|
|
"Jesus of Nazareth passeth by"
|
|
Tune: . S.S. 20
|
|
કર્તા: મિસ કઁમ્પબેલ
|
|
અનુ. : એમ. ઝેડ. ઠાકોર
|
|
૧
|
આ શાનો ઉત્યુક સમુદાય, જે હ્યાંથી ઉતાવળો જાય?
|
|
આ અદ્ભુત લોક-જમાવની ફોજ, શાને ઘોંઘાટ કરે રોજ રોજ?
|
|
લોકોએ ઉત્તર આપ્યો કે, :ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
|
|
૨
|
આ ઈસુ કોણ છે ? ને શા માટ શહેરને ખભળાવે બળની સાથ?
|
|
શું તે છે શક્તિમાન અપાર, લોકને ખેંચવા સ્વેચ્છાનુસાર?
|
|
ફરી જોરથી સાદ સંભળાય છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
|
|
૩
|
એ ઈસુ છે, કે જેણે હ્યાં આવીને દુ:ખ, સંકટ વેઠયાં,
|
|
બહુ માંદાં, બહેરાં ને પંગાં, તેમને તેણે કર્યાં ચંગાં;
|
|
આંધળો સુણીને હરખાય છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
|
|
૪
|
હે ઈસુ, દાઉદ કેરા સુત, તારી કરુણા છે અદ્ભુત!
|
|
તું દયા કર, મુજ સંધા પર ને મુજને પૂરો દેખતો કર;
|
|
ત્યારે, હું પણ પોકારીશ કે "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
|
|
૫
|
આવો, ભારથી લદાયેલાં ક્ષમા, આરામ પામો વહેલાં;
|
|
બાપના ઘરથી હે ભટકેલાં, તેની રહેમ પામો, ઓ ઘેલાં;
|
|
લલચાયેલાં કાજ આશ્રમ છે, "ઈસુ નાઝારી હ્યાં થઈ જાય છે." (૨)
|
|
૬
|
જો, આ તેડાને નકારશો, જો અદ્ભુત પ્રેમને ધિક્કારશો,
|
|
તો દુ:ખથી તે પાછો જશે, તમારી પ્રાર્થના અવગણશે.
|
|
"ઘણું જ મોડું" જો સાદ પડયો, "ઈસુ નાઝારી ચાલ્યો ગયો." (૨)
|