228
૨૨૮ - શાસ્ત્રરૂપી ભંડાર
૧ | ઈશ્વરનું જે શાસ્ત્ર તે વિશાળ છે ભંડાર, |
જે જે ખપનું હોય છે તે તે ત્યાં મળનાર. | |
૨ | વાણી જીવનભેદની સુખ દેનારી વાત, |
વાક્યરૂપી ઔષધ પણ અન્ન તણી તે સાથ. | |
૩ | ઢાલ વળી તરવાર છે, જ્ઞાન તણા પણ મર્મ, |
ભૂલ બતાવે માર્ગની, કાર્ય તણાં અપકર્મ. | |
૪ | જગર ઘણી નિંદા કરે, છો કરતાં જો ચા'ય, |
પાસ હશે ભંડાર એ ન્યૂન કદી ન જણાય. |