221

From Bhajan Sangrah
Revision as of 12:36, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૧ - બાઈબલનાં વચનો== {| |+૨૨૧ - બાઈબલનાં વચનો |- | |થાટ ભૈરવી. માલકોષ. તીન ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૨૧ - બાઈબલનાં વચનો

૨૨૧ - બાઈબલનાં વચનો
થાટ ભૈરવી. માલકોષ. તીન તાલ
કર્તા: જયવંતીબહેન જે. ચૌહાન.
ટેક: વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં.
વચન તમારાં દીવડા સમ જે,
જીવનકેરો પથ અજવાળે;
હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે,
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં.
મધુકોષ કરતાં અતિ મધુરાં,
લાગે દિલને તે સુન્યારાં;
સ્વાદ સદાયે માણો, પ્યારાં,
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં.
કંચન કરતાં કિંમતવાળાં,
રૂપા કરતાં શાં વઢિયાળાં;
મૂલવો, રે સૌ, આ મૂલવાળાં,
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં.
આત્મા કેરી આ છે તલવાર,
જીવન જંગે વિજય દેનાર;
રક્ષણ દે એ વાટ બતાવનાર,
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં.