215

From Bhajan Sangrah
Revision as of 02:31, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૧૫ - પવિત્રાત્મા, પ્રેરણા કર !== {| |+૨૧૫ - પવિત્રાત્મા, પ્રેરણા કર ! |- | |"Com...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૧૫ - પવિત્રાત્મા, પ્રેરણા કર !

૨૧૫ - પવિત્રાત્મા, પ્રેરણા કર !
"Come, Holy Ghost, our souls inspire"
Tune: St. Catherine. L. M. 61
૮ સ્વરો, (નવની સદીના લઁટિન પરથી)
અંગ્રેજી અનુ. : જોન કોસીન, ૧૫૯૪ - ૧૬૭૨
અન. : ફ્રેડરિક વડ
(" આવ, હે અજાણ્યા મુસાફર" એ રાગે ગાઈ શકાય.)
પવિત્રાત્મા, તું પ્રેરણા કર, દિવ્ય તેજથી અમોને ભર;
હે આત્મા, શ્રેષ્ઠતા સ્થાપનાર, સંપૂર્ણ દાનોના આપનાર,
તુજ અભિષેક ઈશ્વરી જે, બળ, જીવન, પ્રેમનો અગ્નિ તે.
નિરંતર અજવાળું પમાડ, આત્મિક દષ્ટિની ઝાંખ મટાક;
અમારા ફલેશમાં આપજે સુખ, મનમાં તારી કૃ તું મૂક;
શત્રુ દૂર રાખ, ને શાંતિ આપ; તું દોરનાર થા તો નથી શાપ.
હે આત્મા, અમને જાણવા દે, બાપ, દીકરો ને તું એક જ છે;
પેઢી દર પેઢી તો સદાય અમારાથી આ ગીત ગવાય;
તુજ અનંત પુણ્ય હો સ્તુત્ય, બાપ, દીકરો, આત્મા પવિત્ર.