203
૨૦૩ - તારનાર
કર્તા: | સી. એમ. જસ્ટીન |
ટેક "ભવસાગરમાં" મળિયો મારો તારણહાર, | |
ડૂબતો દેખી ધસિયો, મારો તારણહાર. | |
૧ | ભવસાગર માંહે જ તણાતો, |
તીક્ષ્ણ ખડકોમાં અથડાતો, | |
વિધવિધ ધાથી ખૂબ ધવાતો; | |
પકડયો મારો હાથ, મારો તારણહાર. ભવસાગરમાં. | |
૨ | જગરૂપી મહાસાગર માંહે, |
પાપ, પરીક્ષણ છે બહુ જ્યાંએ, | |
લપટાયેલો હું પણ ત્યાંએ; | |
ઊંચકી લીધો મુજને, મારો તારણહાર. ભવસાગરમાં. | |
૩ | દુ:ખિતા પાપીને સુખ દઈને, |
પાપ, મરણ સહુ માથે લઈને, | |
યજ્ઞ કર્યો થંભ ઉપર જઈને; | |
એ તો તારક ઈસુ મારો તારણહાર. ભવસાગરમાં. |