૧
|
મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
|
|
લીલો બીડે તે મને સુવાને લઈ જાય.
|
૨
|
શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;
|
|
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
|
૩
|
સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય;
|
|
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
|
૪
|
મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
|
|
તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.
|
૫
|
કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
|
|
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
|
૬
|
મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
|
|
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
|
૭
|
જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
|
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.
|