196

From Bhajan Sangrah
Revision as of 00:29, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૬ - ખ્રિસ્ત મારો છે== {| |+૧૯૬ - ખ્રિસ્ત મારો છે |- | |૮, ૬, ૮, ૩, ૮, ૮, ૮, ૩ સ્વર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૯૬ - ખ્રિસ્ત મારો છે

૧૯૬ - ખ્રિસ્ત મારો છે
૮, ૬, ૮, ૩, ૮, ૮, ૮, ૩ સ્વરો
"Christ for me"
મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો;
ઠરાવ કીધો છે ખરેખરે, ખ્રિસ્ત મારો.
છે રાજા, યાજક, સદ્ગુરુ, જેણે મને તારણ દીધું;
ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો.
ધન વિપે છો ફૂલે બીજા ! ખ્રોસ્ત મારો;
ધન તેનુમ્ ખૂટે નહિ કદા, ખ્રિસ્ત મારો;
તમારું સોનું જાય ઘટી, તમારું માન ટકનાર નથીલ્
મુજ ભાગ સોનું રહેશે સૌકાળ લગી, ખ્રિસ્ત મારો.
હું માંદો અથવા સાજો હોઉં, ખ્રિસ્ત મારો,
જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો;
ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૂકું પાળ,
ત્યારે મને નહિ પડે ફાળ, ખ્રિસ્ત મારો;
હાલ મારું ગીત કોણ ગાઈ શકે, "ખ્રિસ્ત મારો;"
મુજ સત્ય વાટ ને જીવન છે, "ખ્રિસ્ત મારો";
તો મનોમન ને હાથોહાથ, મેળવીને ચાલીશું સંઘાત,
સૌ દેશમાં પોકારી આ વાત, "ખ્રિસ્ત મારો."