182

From Bhajan Sangrah
Revision as of 20:14, 2 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર== {| |+૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર |- | |ગઝલ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર

૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર
ગઝલ
કર્તા: બી. બી. કુમાર
જીવનના માર્ગમાં ચાલું, અહરૂનિશ ખ્રિસ્તમાં મા'લું;
ગણું નવ પાપ હું વા'લું, સદા મમ મિત્ર છે ઈસુ.
તારણદાતા ઈસુ મારો, બચાવે નાશથી પ્યારો;
નથી તું વિણ કો આરો, અદા મમ મિત્ર છે ઈસુ.
મળે ના મિત્ર તુજ જેવો, દીઠો ના અવનિમાં એવો;
વખાણું કયાં અને કેવો? સદા મમ મિત્ર છે ઈસુ.
પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માોહ સૌ માગું;
વિભુજી, નવ તને ત્યાગું, સદા મમ મિત્ર છે ઈસુ.
પ્રભુની પ્રાર્થના કરતાં, હ્રદયની અરજી ધરતાં;
સદા સુપંથમાં રહેતાં, સદા મમ મિત્ર છે ઈસુ.