SA1
હે મુક્તિ અપાર, પ્રીતિના મહાસાગર ખ્રિસ્તે પુષ્કળ દયા કીધી આ જગ પર ! |
૧ |
પાપ મારા ઘણાં છે, ઊંડા તેમના ડાઘ, હું રૂદન સાથે, છૂટકાનો શોધું લાગ; |
૨ |
સબળ મનોવિકાર,ને અસ્થિર સ્વભાવ, મજ આત્મા ફસાવી, કરે છે દબાવ; |
૩ |
હે દયાસિંધુ, હું કેટલીએ વારે, આવી ઊભો રહ્યો, તારે કિનારે; |
૪ |
ભરતી આવી રહી છે ને મોજાં અફળાય; તારવાને સમર્થ તેની વાણી સંભળાય, |
૫ |
હવે હાલેલૂયા ! હું જ્યાં લગ જીવું, રાત દિવસ હમેશાં, તેને વખાણું |
૬ |