177
૧૭૭ - ઈસુ સવૌત્તમ મિત્ર
ટેક: | મને લાગે મસીકા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. |
૧ | તેણે કીધા ઉપકારો હજારો, તેહ યારો હ્રદયે વિચારો. |
૨ | તેના મીઠા ને શુદ્ધ કરારો, સુખ શાંતિમાં કરે વધારો. |
૩ | વાત તમે વિચારો, દિલદારો, કોણ પાપી માટે મારનારો? |
૪ | કોણ જગતનું કલંક હરનારો? કોણ દુ:ખીનાં દુ:ખ લેનારો? |
૫ | મુજ અંતર તણા ઉદ્ગારો, 'ઈસુ મસીહ ખરો તારનારો.' |
૬ | પ્રેમ ખરો ઈસુ કરનારો, તેના પ્રેમનો નથી કિનારો. |
૭ | ઈસુ મિત્ર છે સારામાં સારો, મને લાગે તે પ્યારામાં પ્યારો. |
૮ | હશે જગતમાં મિત્ર હજારો, પણ ઈસુ તો ન્યારામાં ન્યારો. |