166

From Bhajan Sangrah
Revision as of 01:52, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા== {| |+૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા |- | |માદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા

૧૬૬ - કેવળ ખ્રિસ્તથી શુદ્ધતા
માદરી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ખ્રિસ્ત જીવતો ઝરો,
પાપથી અશુદ્ધ જે બધાંય સ્નાન ત્યાં કરો;
ખ્રિસ્ત તીર્થ છે ખરો, તે વડે તમે તરો;
એ જ તીર્થ જો કરો, કદી ન પાપમાં મરો.
પાપ જો ઘણાં હશે,
શ્વેત ઉન પેઠે ખ્રિસ્ત તીર્થ સ્નાનથી થશે;
ખ્રિસ્ત રાજમાં જશે, શુદ્ધ લોકમાં વસે;
જે રહે અશુદ્ધ તે કદી ન સ્વર્ગમાં જશે.
દેવમાં પવિત્રતા,
લેશભાર દેવમાં મળે ન કંઈ અશુદ્ધતા;
દૂત ત્યાં ઘણાં બધા, તેહમાં પવિત્રતા,
ખ્રિસ્ત રાજમાં પવિત્ર લોકનો મિલાપ ત્યાં.