|
"God kived the world"
|
Tune:
|
S. S. 17
|
|
(જય જય જય જય મસીહકી જય - એ રાગ)
|
|
(હિંદી પરથી)
|
અનુ. :
|
મંગળભાઈ દેવજીભાઈ
|
૧
|
દેવે કેવી અજબ રીતે જગત પર કીધી પ્રીત, (૨)
|
|
કે આપ્યો પુત્ર પોતાનો કરવાને પ્રાયશ્વિત્ત.
|
ટેક:
|
જય જય જય જય ઈસુને જય, કુરબાન થઈ ટાળ્યો ભય; (૨)
|
|
બેહદ છે તેની પ્રીત અજબ, જય જય ઈસુને જય.
|
૨
|
જો, જો પ્રભુની પ્રીત અજબ, કે ઈસુ આવ્યો છે; (૨)
|
|
સ્તંભે દઈ પોતાનો પ્રાણ મને બચાવ્યો છે.
|
૩
|
વિશ્વાસથી ઈસુ મારો છે, જે થયો પ્રાતશ્વિત્ત, (૨)
|
|
છે મુક્તિ તેના જ લોહીથી, ને મોત છે પરાજિત.
|
૪
|
હે ઈમાનદારો, ખુશ રહો, તે આપે છે ઉદ્ધાર; (૨)
|
|
કરે છે પાપ ને દુ:ખથી મુકત, પવિત્ર વારસાદાર.
|
૫
|
ગાઓ રક્તે ખરીદેલા, 'મસીહને હોજો જય,' (૨)
|
|
હા, મૃત્યુકાળે પણ ગાઈશ, 'મસીહને હોજો જય.'
|