150
૧૫૦ - ખ્રિસ્તનું નામ
૧ | લાગે બહુ વહાલું તારું, નામ તારનરું, |
નામ તારનારું તારું, નામ તારનરું. લાગે. | |
૨ | પાપથી છોડાવનારું, મોક્ષ માંહે તેડનારું, |
કેમ રે વિસારું સારું, નામ તારનરું? લાગે. | |
૩ | કનક આવ્યું છે હાથ, ગ્રહું કેમ અન્ય જાત? |
રટું દિન રાત, નાથ, નામ તારનરું. લાગે. | |
૪ | મમ મન ભૂલે જો તે, શુદ્ધ કર જોઈ તો તે; |
શિલાલેખ પેઠે ચોંટે, નામ તારનરું. લાગે. | |
૫ | ભલે દુ:ખ શિર તૂટે, વેરી થાય જૂથજૂથે; |
કદી ન વિખૂટે છૂટે, નામ તારનરું. લાગે. | |
૬ | લગની લાગી છે તારી, રહે સદા પાસ મારી; |
વિનંતી સ્વીકારી ભારી, ભય દે વિદારી. લાગે. |