15

From Bhajan Sangrah
Revision as of 14:04, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૫ – ભજન કરવાનું નોતરું ૧ સહુ જગતના લોકો, આવો, હર્ખે દેવનાં ગીતો ગાઓ; તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે.

૨ જાણો દેવ છે એક યહોવા, આવો તેનો મહિમા જોવા; આપણે ના પોતાથી થયાં, તેના હાથે છીએ બન્યાં.

૩ તેના લોકો છીએ બધા, ને ચારાનાં ઘેટાં સદા; સ્તુતિ કરતાં બારણે પેસો, તેના ઘરમાં આવી બેસો.

૪ તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો; કેમ કે પ્રભુ છે દયાળુ, ને સદાકાળ કરૂણાળુ.

૫ પેઢી દર પેઢીને માથે, દયા કરશે દાતાર હાથે; તેનો આભાર સંધાં માનો, તેના નામને સહુ વખાણો.