|
ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી
|
ટેક:
|
મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ.
|
૧
|
સ્વરની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ. મારો.
|
૨
|
ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, અધિ, વ્યાધિનું નહિ નામ. મારો.
|
૩
|
આંખો આંસુ નહિ વે'ડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો.
|
૪
|
સ્વરની જ્યોતિ ઈસુ પ્રભુ રે, ત્યાં તો ભાણ તણું નહિ કામ. મારો.
|
૫
|
ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. મારો.
|
૬
|
લાકો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો.
|
૭
|
વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. મારો.
|
૮
|
પાપી જગમાં હમણા વાસ છે રે, એ તો નિસાસાનું ઠામ. મારો.
|
૯
|
અમે સ્વર્ગે ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. મારો.
|
૧૦
|
અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. મારો.
|