Bhajan Sangrah:About
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે.
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા,
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા
૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે;
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે.
૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;
જીવનદાતા, શુભ પ્રતિપાલા, ધન્ય દયામય ભૂપા.
૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;
ગાન વખાણ કરો સહુ ઠામે, અંતરમન હરખાવી.