369

From Bhajan Sangrah
Revision as of 11:59, 26 April 2017 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૩૬૯ - ધન્યતા

૩૬૯ - ધન્યતા
ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી કાઢયાં છે,
ભૂંડાઈથી દૂર કર્યાં.
ટેક: રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય;
રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે.
જગતનો કંકાશ ને ક્લેશ, અદેખાઈ અને દ્વેષ,
સહુ નિવારણ થયાં. રે.
ચોરી, ખૂન, કુકર્મ મટ્યું, ને દુર્ભાષણ પણ ગયું,
સદાચરણ મળ્યું. રે.
હ્યાં, તો સ્તુતિ નિત્ય થાય, પ્રભુ કેરું, નામ મનાય,
પ્રભુનો વાર પળાય. રે.
કુશળતા સુખ, શાંતિએ, આનંદ અને પ્રેમે,
એ સુખમાં જીવીએ. રે.
માતાપિતા, ભાઈબહેનો, મિત્ર ને સગાંસ્નેહીઓ,
એ મેળાપ છે હિયાં. રે.
જો તારનારને ઓળખીએ, તેની આશા રાખીએ,
તો આકાશે જઈએ. રે.
સ્વર્ગમાં નથી પાપ કે દુ:ખ, ત્યાં સદા આનંદ ને સુખ,
સહુ આંસુ જાય અચૂક. રે.

Phonetic English

369 - Dhanyata
1 Ishvare hyaa aanyaa chhe, jagatamaathi kaadhayaa chhe,
Bhoondaaeethi door karyaa.
Tek: Re aapanane dhanya, dhanya, dhanya, dhanya;
Re aapanane dhanya, Ishvare hyaa aanyaa chhe.
2 Jagatano kankaash ne klesh, adekhaai ane dvesh,
Sahu nivaaran thayaa. Re.
3 Chori, khoon, kukarm matyu, ne durbhaashan pan gayu,
Sadaacharan malyu. Re.
4 Hyaa, to stuti nitya thaay, prabhu keru, naam manaay,
Prabhuno vaar palaay. Re.
5 Kushalata sukh, shaantie, anand ane preme,
E sukhamaa jeeveeye. Re.
6 Maataapita, bhaaeebaheno, mitra ne sagaansneheeo,
E melaap chhe hiyaa. Re.
7 Jo taaranaarane olakheeye, teni aasha raakheeye,
To aakaashe jaeeye. Re.
8 Svargamaa nathi paap ke dukh, tyaa sada anand ne sukh,
Sahu aansu jaay achook. Re.

Image

Image

Media - Hymn Tune : Joyful ( Rejoicing )

Hymn Tune : JOYFUL- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)