114

From Bhajan Sangrah
Revision as of 19:25, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ== {| |+૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ |- | |ગઝલ |- |કર્તા : |દાનિયે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ

૧૧૪ - ખ્રિસ્તનાં દુ:ખ
ગઝલ
કર્તા : દાનિયેલ ડાહ્યાભાઈ
પ્રભુ, તેં દુ:ખ સહ્યાં શાં શાં, કથું તેમને ક્યાં ક્યાં !
જણાવું ધૈર્ય તુજ ક્યાં ક્યાં, ગણાતું તુજ વિપત કયાં કયાં ! પ્રભુ.
જકમ પગ હાથના તારા, બતાવું તેહ ક્યાં, પ્યારા,
"યહૂદીનો જુઓ રાજા," લખાવું લેખ એ ક્યાં કયાં ! પ્રભુ.
સખત શિર તાજ કાંટાનો બતાવું કયાં હું ત્રાતાનો,
મધુર મુજ પર તમાચાનાં પડયાં ચાઠાં બતાવું કયાં ! પ્રભુ.
વધો મુખ વેણ તું જે જે જણાવું ક્યાં જઈ તે તે,
લીધાં શિર પાપ પાપીનાં ગવાડું ગીતમાં ક્યાં ક્યાં ! પ્રભુ.
કઠિન ઘા જેહ ભાલાનો, બતાવું ક્યાં વહાલાનો,
ખમ્યા તેં કોરડા જ્યાં જ્યાં ગણાવું સોળ તે ક્યાં ક્યાં ! પ્રભુ.
પ્રભુ, મુજ કાજ વીંધાયું, અરે નિર્દોષ તુજ હૈર્યું,
ગયાં પાપો બધાં મારાં વહ્યાથી સક્તની ધારા ! પ્રભુ.
નજીક થઈ રે જનારા તુંમ, નજરમાં કંઈ નથી આ શું !
રુદન ગીત દુ:ખનું તારા, હ્રદય ગાતું ફરે ક્યાં ક્યાં ! પ્રભુ.
અનુપમ પ્રેમ કર્યો ત્રાતા, જણાવું જગતમાં ક્યાં ક્યાં,
સહ્યાં તેં દુ:ખ અતિ ઝાઝાં, વિગત વાંચું બધી ક્યાં ક્યાં ! પ્રભુ.