109
૧૦૯ - ઈસુના મરણનો મર્મ
ટેક : | અઘહરતા થઈ દુ:ખ હરે છે, પાપી કાજે ઈસુ મરે છે. |
૧ | કંટક મુગટ પોતે પહેર્યો, ગૌરવનો તાજ પાપીને દે છે. |
૨ | તેનાં અંગ ભંજાયાં ઘાથી, એથી પાપીને રૂઝ વળે છે. |
૩ | રુધિરધારા અંગથી ઝરતી, તે તો પાપીને સ્વચ્છ કરે છે. |
૪ | અધમ જનોને ન્યાયી બના'વા, પોતે તો ગુનેગાર ઠરે છે. |
૫ | ખાટું, કડવું તેણે પીધું, પાપીને અમૃતપાન ધરે છે. |
૬ | લજ્જાકારી મરણ તે પામ્યો, જીવનદાન એ અધમોને દે છે. |