101

From Bhajan Sangrah
Revision as of 23:10, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૧ – વધસ્તંભને નિહાળ== {| |+૧૦૧ – વધસ્તંભને નિહાળ |- |ટેક : |વધસ્તંભને ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦૧ – વધસ્તંભને નિહાળ

૧૦૧ – વધસ્તંભને નિહાળ
ટેક : વધસ્તંભને નિહાળ, ઓ પાપી આજ, વીંધા મુક્તિદાતા એ તારે કાજ.
વહાલો પ્રાર્થે, એ વાડીમાં, કષ્ટાય એ તારે કાજ દિલમાં,
પડયો પસીનો, જો રકતના બુંદમાં...વીંધાય.
પિતા, દૂર કરો, આ પ્યાલો, શોકિત બની વાણી આ ઉચ્ચારતાં,
ઈચ્છા પિતા, તારી, પૂર્ણ થાય મુજમાં...વીંધાય.
જગનું અજવાળું, બની આવોઓ, પાપી તારું તારણ સાથે લાવીઓ,
મિત્રે ચુંબનના નિશાને પકડાવીઓ....વીંધાય.
અદાલતે નિર્દોષ જ ઠરીઓ, નમ્ર બનીને નવ કાંઈ વદિયો,
દુશ્મનોએ તેને થંભે જડાવીઓ....વીંધાય.
શિરે કંટક તાજ પહેરાવીઓ, ખીલા મારીને થંભે જડાવીઓ,
મારાં પાપે વહાલો મસીહા મરાવીઓ....વીંધાય.
અર્પું જીવન, તારે ચરણે મસીહા, ધન્ય ધન્ય મારા તારણહારા,
કોટિ વંદન હો, મારા ઉદ્વારનારા....વીંધાય.