286
૨૮૬ - ભરોસો
ભુંજગી | |
કર્તા: થોમાભાઈ | |
પાથાભાઈ | |
૧ | ભરોસો સદા દેવનો રાખનારા, અને સત્યના ધોરણે ચાલનારા; |
સદા દેવ તો તેમની સાથ રહે છે, અને તેમની રોજ સંભાળ લે છે. | |
૨ | કદી સંતને દ્વેષકો જો સતાવે, ધરે ઢાલ સારી યહોવા બચાવે; |
હશે દ્વેષકો સંતથી જો વધારે, યહોવા નક્કી ત્યાં બચાવા પધારે. | |
૩ | ઘણા સંત સારા ગયા બંધનોમાં, ઘણા સંત સારા પડયા રુદનોમાં; |
જઈ દેવ ત્યાં સંતના બંધ છોડયા જઈ દેવ ત્યાં સંતનાં દુ:ખ તોડયાં. | |
૪ | હતા તે બધા સંત બહુ પ્રાર્થવાદી, યહોવા હતો સંત સાથે અનાદિ; |
ભરોસો યહોવા તણો જે કરે છે, યહોવા થકી સંત અંતે તરે છે. |
Phonetic English
Bhujagi | |
Karta: Thomabhai | |
Pathabhai | |
1 | Bharoso sada devano raakhanaara, ane satyana dhorahne chaalanaara; |
Sada deva to temani saath rahe che, ane temani roj sambhaahd le che. | |
2 | Kadi santane dveshako jo sataave, dhare dhaal saari yahova bachaave; |
Hashe dveshako santathi jo vadhaare, yahova nakki tya bachaava padhaare. | |
3 | Ghahna sant saara gaya bandhanoma, ghahna sant saara padaya rudanoma; |
Jai dev tya santana bandh chodya jai dev tya samtana dudkh todya. | |
4 | Hata te badha sant bahu praarthvaadi, yahova hato sant saathe anaadi; |
Bharoso yahova tahno je kare che, yahova thaki sant ante tare che. |
Image
Media - Traditional Tune - Bhoojangi Chhand
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Desh
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Pahadi
Media - Traditional Tune - Sung By C.Vanveer