335
૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ
૧ | દેવ, મને કહે કે હું બોલું, ને તારો સાદ ઓળખે બીજા; |
જેમ તેં શોધી તેમ હું શોધું તારી ભૂલી જનાર પ્રજા. | |
૨ | દોરજે મને કે હું દોરું પાપી લોકોને તારી ગમ; |
મને ખવાડ કે હું આપું ભૂખ્યા લોકોને સ્વર્ગી અન્ન. | |
૩ | મને શીખવ કે શીખવું હું વાત તારી અતિ મૂલ્યવાન; |
હે પ્રભુ, જ્યારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન. | |
૪ | તુજ મધુર શાંતિ મુજને આપ કે બીજાને હું શાંતિ દઉં; |
ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું. | |
૫ | જ્યારે હું જોઉં તારું મુખ, ભાગ લઉં તુજ મહિમામાં, |
ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં. |
Phonetic English
1 | Dev, mane kahe ke hu bolu, ne taaro saad olakhe beeja; |
Jem te shodhi tem hu shodhu taari bhooli janaar praja. | |
2 | Doraje mane ke hu doru paapi lokone taari gam; |
Mane khavaad ke hu aapu bhookhya lokone svargi ann. | |
3 | Mane sheekhav ke sheekhavu hu vaat taari ati moolyavaan; |
He prabhu, jyaare hu bolu, tethi badalaavaje ghanaa man. | |
4 | Tuj madhur shaanti mujane aap ke beejaane hu shaanti dau; |
Ne taaraa meethaa vachan aap ke nirgatane velaasar kahu. | |
5 | Jyaare hu jou taaru mukh, bhaag lau tuj mahimaamaa, |
Tyaa lag tu mane vaaparaje, chaahe tu jem, jyaare ne jyaa. |
Image
Media - Hymn Tune : Canonbury
Media - Hymn Tune : Hesperus
Media - Hymn Tune : Winscott