5
૫ - ભજનસેવા
દોહરા | ||
કર્તા : | સમભાઈ, કલ્યાણભાઈ | |
૧ | સેવા કરવા આવિયા, | હે પ્રભુ, અમમાં આવ; |
ભકિત અમારી માનજે, | આશિષ સૌ પર લાવ. | |
તારું જ્ઞાન ઉતારજે, | સૌનાં અંતરમાંય; | |
તુજ ગમ મનડું વાળજે, | હમણાં અને સદાય. | |
૨ | જગ-ચિંતાના કાઢજે, | મનથી સર્વ વિચાર; |
તારી વાતોનો થજો, | અમમાં બહુ વિસ્તાર. | |
તારા લેખો વાંચતાં | એવી આશિષ આપ; | |
કે તે ચોંટેં ચિત્તમાં, | માટે તેને સ્થાપ. | |
૩ | જે જે વાતો સુણીએ, | તો હ્રદયે ઉતાર, |
કે મીઠાં ફળ દાખવે, | અમમાં વારંવારં. | |
રૂડાં રૂડાં ગીતનો | શોર ચઢે જે વાર, | |
તે સેવા તું માનજે, | હે ઈશ્વર, દાતાર. | |
૪ | ભાવ ખરો ઉપજાવજે, | સર્વ સભાની માંય; |
તારો આત્મા આપજે, | કે સૌ ત્રુપ્ત કરાય. | |
અરજ અમારી આજની | તે તો સુણો, બાપ, | |
ઈસુ તારક નામથી, | માફક કરો સૌ પાપ. |